Minor ( home ) ગઝલ

                          Home     


  • ગઝલ 

        ગઝલ એ મૂળ અરબી સાહિત્યમાંથી આવેલો અને ફારસી, ઉર્દૂ તેમજ ગુજરાતીમાં અત્યંત લોકપ્રિય થયેલો એક કાવ્યપ્રકાર છે. 'ગઝલ' નો શાબ્દિક અર્થ "સ્ત્રી સાથે વાતચીત કરવી" અથવા "પ્રિયતમા સમક્ષ પ્રેમ વ્યક્ત કરવો" થાય છે, પરંતુ આજના સમયમાં તેમાં જીવનનું તત્વજ્ઞાન, ભક્તિ, વિરહ અને સામાજિક ચિંતન પણ જોવા મળે છે.

ગઝલ એ માત્ર કાવ્ય નથી, પણ હૃદયના ઊંડા ભાવ અને ચિંતનને લયબદ્ધ રીતે રજૂ કરતી એક અનોખી સાહિત્યિક કળા છે. અરબી સાહિત્યમાંથી જન્મેલી આ કળા ફારસી અને ઉર્દૂથી થઈને ગુજરાતી સાહિત્યનું અવિભાજ્ય અંગ બની ગઈ છે.

ગઝલનું વ્યાકરણ અને બંધારણીય અંગો
ગઝલનું પોતાનું એક ચોક્કસ માળખું અને નશાક્ત હોય છે. તેના મુખ્યા અંગો નીચે મુજબ છે:

શેર (Sher): 
ગઝલ બે પંક્તિઓની રચનાઓથી બને છે. દરેક બે પંક્તિના સમૂહને 'શેર' કહે છે. ગઝલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો દરેક શેર અર્થની દ્રષ્ટિએ પૂર્ણ અને સ્વતંત્ર હોય. 

મત્લા : ( matla )
 ગઝલના પ્રથમ શેરને 'મત્લા' કહેવામાં આવે છે. મત્લાની બંને પંક્તિઓમાં કાફિયા અને રદીફનું પાલન થવું અનિવાર્ય છે.

મક્તા (Makta): 
ગઝલના છેલ્લો શેર 'મક્તા' કહેવાય છે. શાયર સામાન્ય રીતે આ શેરમાં પોતાનું તખલ્લુસ (સાહિત્યિક નામ) વણી લે છે.

કાફિયા (Kaafiya): 
પંક્તિના અંતે આવતા સરખા અવાજ કે પ્રાસવાળા શબ્દો. જેમ કે: મકાન, દિલદાન, વાન.

રદીફ (Radeef):
 કાફિયાની પછી આવતો શબ્દ કે શબ્દસમૂહ, જે આખી ગઝલમાં બદલાયા વિના પુનરાવર્તિત થાય છે.

બહર (Bahr): 
ગઝલ જે લય, તાલ અને છંદના ચોક્કસ માળખામાં રચાય છે તેને બહર કહે છે. વજન કે માપ વગર ગઝલ રચાઈ શકતી નથી.

ગઝલના પ્રકારો (વિષયવસ્તુના આધારે)

હકીકી ગઝલ: 
જેમાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ, આધ્યાત્મિકતા, ભક્તિ અને જીવન દર્શન વણાયેલું હોય.

મિઝાજી ગઝલ: 
જેમાં પ્રિયતમા પ્રત્યેનો પ્રેમ, વિરહ, મિલન અને માનવ સહજ સંવેદનાઓ મુખ્ય હોય.

ગુજરાતી ગઝલનો વિકાસયાત્રા

પ્રારંભિક યુગ: 
બાલાશંકર કંથારિયા (જેમને ગુજરાતી ગઝલના પિતા માનવામાં આવે છે) એ 'બોધ' ગઝલથી શરૂઆત કરી. ત્યારબાદ કલાપીએ આ ક્ષેત્રે 'કલાપીનો કેકારવ' દ્વારા મોટી ક્રાંતિ આણી.

સુવર્ણ યુગ: 
મરીઝ (ગુજરાતી ગઝલના ગાલિબ), શૂન્ય પાલનપુરી, અમૃત ઘાયલ, અને બેફામ જેવા શાયરોએ ગુજરાતી ગઝલને ગેયતા અને ગંભીરતા આપી.

આધુનિક યુગ: 
ખલીલ ધનતેજવી, ચિનુ મોદી (ઈર્શાદ), એસ.એસ. રાહી અને આજના નવયુવાન શાયરો ગઝલને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.
ગુજરાતી ગઝલમાં મુશાયરાઓ અને ગઝલ ગાયકીએ પણ આ કળાને લોકભોગ્ય બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

Comments

Popular posts from this blog

What is meant by Indian knowledge system (IKS)

MAJOR : 1 ( Essay) writing for web in degital and age ?

MAJOR : 1 ( class ) Explain types of listen which suitable examples ?